Standard 6 TO 8 E - Content

CHAUDHARI JAYESHKUMAR PARAGBHAI
Mo.No. 8000 66 46 46 .
STANDARD 6 TO 8 (E-CONTENT)

પ્રકરણ - 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ( વિજ્ઞાન , ધોરણ 8 )

 



પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તતા કરોઃ
         (તરવા, પાણી, પાક, પોષક દ્રવ્યો, તૈયારી)

(aa)  એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ………………….. કહે છે.
ઉત્તરઃ પાક

(bb)  પાક ઉગાડતાં રોપતાં) પહેલા પ્રથમ પગલું જમીનની …………………. હોય છે.
ઉત્તરઃ તૈયારી

(cc)  ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર …………………….. લાગશે.
ઉત્તરઃ તરવા

(dd)  પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ……………….. તથા …………………. આવશ્યક છે.
ઉત્તરઃ પાણી, પોષક દ્રવ્યો


પ્રશ્ન 2. કૉલમ- A માં આપેલા શબ્દોને કૉલમ- B માં આપેલા શબ્દો સાથે જોડોઃ

ઉત્તરઃ (1) → (e), (2) →(d), (3) → (b), (4) → (c).

પ્રશ્ન 3. નીચેનાં દરેકનાં બે-બે ઉદાહરણ આપો?
(1) ખરીફ પાક
ઉત્તરઃ ઉદા:- મગફળી, ડાંગર.

(2) રવી પાક
ઉત્તરઃ ઉદા:- ઘઉં, રાઈ.

પ્રશ્ન 4. નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક-એક ફકરો લખોઃ
(1)
ભૂમિને તૈયાર કરવી   
(2) રોપણી  
(3) નીંદામણ   (4) થ્રેશીંગ

ઉત્તરઃ

(1) ભૂમિને તૈયાર કરવી:- પાક રોપતાં પહેલા ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. આ માટે જમીનને હળ વડે ખેડવી પડે છે. જમીન ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર-નીચે થાય છે. તેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે. વળી, પોચી માટી જમીનમાંનાં અળસિયાં અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં સહાયક છે. તેઓ સેન્દ્રિય દ્રવ્યો જમીનમાં ઉમેરે છે.

ખેતરમાં માટીનાં ઢેફાં હોય, તો તેને સમારની મદદથી ભાંગીને નાના બનાવી શકાય છે. વળી, તેનાથી જમીન સમથળ બને છે. સમથળ જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે. કેટલીક વખત જમીનને ખેડતાં પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે. વળી, જમીનમાં બીજ રોપતાં પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલી જમીન વાવણી માટે યોગ્ય બને છે.

(2) રોપણી:- રોપણી (વાવણી) પાક-ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. ખેડૂત સારી ઊપજ પ્રાપ્ત કરવાવાળાં બીજને પ્રાથમિકતા આપે છે. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. તેને ઓરણી કહે છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે.

આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયા(સીડ-ડ્રિલ)નો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે. વળી, બીજા માટીમાં ઢંકાયેલું રહે છે. સીડ-ડ્રિલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે.

(૩) નીંદામણ:- નીંદણને દૂર કરવાની ક્રિયાને નીંદામણ કહે છે. નીંદણ દૂર કરવું આવશ્યક છે. ખેડૂત નીંદણને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. નીંદણ ** દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખૂરપી છે. સમયાંતરે પૂરપી વડે નીંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે. કેટલીક વાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે. વળી, પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. એનાથી નીંદણ ઉખડી જાય છે, સુકાઈને મરી જાય છે

અને માટીમાં ભળી જાય છે. વાવણીમાં વાવણિયાના ઉપયોગ વખતે પણ નીંદણ દૂર થાય છે. નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે. તેને નીંદણનાશક કહે છે. 2, 4-D એ નીંદણનાશક છે. ખેતરમાં તેનો છંટકાવ કરવાથી નીંદણનો નાશ થાય છે, પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી. નીંદણનાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવીને એની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે.

(4) થ્રેશીંગ:-  પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી (લણણી) કરવામાં આવે છે. કાપવામાં આવેલ પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે. કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેશીંગ કહે છે. આ માટેનું યાંત્રિક સાધન શ્રેશર છે. વળી, લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઇન મશીન છે. તેના દ્વારા લણણી કરી શકાય છે અને દાણા પણ છૂટા પાડી શકાય છે.

પ્રશ્ન 5. સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે.
ઉત્તર: કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી નીચેની રીતે અલગ છે :

1.      કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થો છે. કુદરતી ખાતર એ પ્રાકૃતિક પદાર્થ છે, જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી મળતા કાર્બનિક પદાર્થોમાંથી બને છે.

2.      કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘરઆંગણે બનાવી શકાય છે.

3.      કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે.

4.      કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે. તે રાસાયણિક પદાર્થો હોવાથી જળ-પ્રદૂષણ અને ભૂમિ-પ્રદૂષણ કરે છે, જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે.

5.      કૃત્રિમ ખાતરના રાસાયણિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોવાથી પાકને પોષક તત્ત્વો તરત જ અસર કરે છે અને પરિણામે તે જલદી વપરાઈ જાય છે. પરિણામે કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવા પડે છે, જ્યારે કુદરતી ખાતર પાણીમાં અલ્પદ્રાવ્ય છે. તે એકવાર નાખ્યા પછી બે-ત્રણ વર્ષ સુધી તેના પોષક તત્ત્વો જમીનમાં રહેતા હોય છે. આથી કુદરતી ખાતર દર વર્ષે નાખવું પડતું નથી.

પ્રશ્ન 6. સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓનું વર્ણન કરો.
ઉત્તર: સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય
વિજ્ઞાન નવનીતઃ ધોરણ 8 છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે તેમજ કેટલોક વ્યય પણ થાય છે. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે.
પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓઃ
(1)
ફુવારા પદ્ધતિ અને
(2)
ટપક પદ્ધતિ.
(1)
ફુવારા પદ્ધતિ: પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઈપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડાં થોડાં અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઈપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્ત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી માનવશ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે.

(2) ટપક પદ્ધતિ:- છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે. તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઈપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે. મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રૉપર લગાડેલા હોય છે.. ડ્રૉપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે, જે છોડના મૂળ પાસે ટપકે છે. આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે.

પ્રશ્ન 7. જો ઘઉને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે, તો શું થશે? ચર્ચા કરો.
ઉત્તરઃ ઘઉં રવી પાક છે. તેને સૂકું અને ઠંડું હવામાન જોઈએ છે. જો ઘઉંને ખરીફ ઋતુ(ચોમાસાની ઋતુ)માં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે, જે તેને અનુકૂળ આવે નહિ. આથી, ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહિ. વળી, ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહિ. તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી.

પ્રશ્ન 8. ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે? સમજાવો.
ઉત્તરઃ ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્ત્વો ઓછા થતાં જાય છે. આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે, તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન 9. નીંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ?
ઉત્તર: ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઊગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને નીંદણ કહે છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નીંદામણ કહે છે.

નીંદણ દૂર કરવું જરૂરી છે. ખૂરપી સાધન વડે નીંદણ દૂર કરવામાં આવે છે. * , વળી, જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી નીંદણ નાશ પામે છે તેમજ વાવણી વખતે વાવણિયા દ્વારા પણ નીંદણ દૂર થાય છે.

નીંદણ દૂર કરવા 2, 4-D રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો છંટકાવ નીંદણ પર કરવાથી નીંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી.

પ્રશ્ન 10. નીચે આપેલાં બૉક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું રેખાચિત્ર તૈયાર થઈ જાયઃ


ઉત્તરઃ

પ્રશ્ન 11. નીચે આપેલા સંકેતોની મદદથી આપેલો શબ્દ કોયડો તેનાં અંગ્રેજી નામ વડે પૂર્ણ કરોઃ
      (STORAGE, CROP, GRAM, HARVESTER, WINNOWING, IRRIGATION)
ઊભી ચાવીઃ
(1)
પાકને પાણી આપવું.

(2) પાકના દાણાઓને લાંબા સમય સુધી વ્યવસ્થિત સ્થિતિમાં રાખવા
(5)
વનસ્પતિ કે જેને મોટા પાયે ઉછેરવામાં આવે છે.

આડી ચાવીઃ
(
૩) મશીન કે જે પરિપક્વ પાકને કાપવા માટે વપરાય છે.
(4)
રવી પાક કે જે એક કઠોળ છે.
(6)
ભૂંસામાંથી દાણાઓને છૂટા પાડવાની પદ્ધતિ
ઉત્તર:









No comments:

Post a Comment

Thanks for comment.....!!!

વર્ગના પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે.