v આપણા આહારની દરેક વાનગી (Food
items) બે
કે તેથી વધુ ખાદ્યસામગ્રી(Ingredients)ની બનેલી હોય છે.
v આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાંક આવશ્યક ઘટકો હોય
છે, જેને પોષક દ્રવ્યો (Nutrients) કહે છે.
v આહારના પોષક દ્રવ્યોને આહારના ઘટકો પણ કહે છે.
v આહારનાં મુખ્ય પોષક દ્રવ્યો કાબોદિત (Carbohydrates),
પ્રોટીન
(Proteins), ચરબી (Fats or Lipids). Cazal (Vitaminş) અને ખનીજ ક્ષારો (Minerals) છે. આ ઉપરાંત પાચક રેસા (Dietary
fibres) અને
પાણી Water) પણ આપણા આહારમાં હોય છે, જે શરીરને ઉપયોગી છે. પાચક રેસા
રૂક્ષાંશના (Roughage) નામે પણ ઓળખાય છે.
v કાર્બોદિત, પ્રોટીન અને ચરબી આપેલ ખાદ્ય
પદાર્થમાં છે કે નહિ તે તેમની ખાસ પ્રકારની સરળ કસોટીઓ દ્વારા ચકાસણી કરી શકાય છે.
v આહારના પોષક દ્રવ્યો જે ખાદ્ય પદાર્થોમાંથી મળી રહે તે
ખાદ્ય પદાર્થોને તે પોષક દ્રવ્યના સ્ત્રોતો (કે પ્રાપ્તિસ્થાન) કહેવાય.
v ધાન્યો કાબોદિતના સ્ત્રોતો છે. કઠોળ અને દૂધ પ્રોટીનના
સ્ત્રોતો છે. તેલીબિયાં, દૂધ, ઈંડાં ચરબીના સ્ત્રોતો છે.
શાકભાજી અને ફળો વિટામિન અને ખનીજ ક્ષારોનાં સ્રોતો છે.
v આહારના પોષક દ્રવ્યોનાં કાર્ય કાર્બોદિત તે શરીરને
જરૂરી શક્તિ પૂરી પાડે છે. ચરબીઃ તે શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે. પ્રોટીનઃ
તે શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે ઉપયોગી છે. વિટામિનો તે રોગ સામે રક્ષણ આપી, શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે
છે. ખનીજ ક્ષારો તે હાડકાં, દાંત, રુધિર વગેરેના બંધારણમાં તથા
શરીરના યોગ્ય વિકાસ અને સારા સ્વાથ્ય માટે જરૂરી છે. આ ઉપરાંત પાચક રેસા અને પાણી
પણ શરીરને ઉપયોગી છે. પાચક રેસાઃ તે મળોત્સર્જનમાં મદદરૂપ બને છે. પાણીઃ શરીરમાં
વાયુઓ, પોષક તત્ત્વો અને ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરે છે.
v સમતોલ આહાર (Balanced Duet) જે આહારમાંથી બધા જ પોષક દ્રવ્યો
આવશ્યક માત્રામાં મળી રહે તે આહારને સમતોલ આહાર કહે છે.
v ખોરાકને વધુ પડતો રાંધવાથી, ફળો અને શાકભાજીની છાલ ઉતારવાથી
તેમજ ચોખા અને દાળને વારંવાર ધોવાથી પોષક દ્રવ્યો નાશ પામે છે.
v ભોજનમાં ચરબીની વધુ માત્રા મેદસ્વિતા(Obesity)નું કારણ બને છે.
v ત્રુટિજન્ય રોગો (Deficiency
Diseases) : જે રોગો પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવત્રુિટિ)ના કારણે થાય
છે. તેને ત્રુટિજન્ય રોગો કહે છે.
v વિટામિનોની ઊણપથી થતા ત્રુટિજન્ય રોગો રતાંધળાપણું, બેરીબેરી, સ્કર્વી, સુકતાન છે. ખનીજ ક્ષારોની ઊણપથી
થતા રોગો ગૉઇટર (ગલગંડ) અને એનીમિયા (પાંડુરોગ) છે.
No comments:
Post a Comment
Thanks for comment.....!!!