Standard 6 TO 8 E - Content

CHAUDHARI JAYESHKUMAR PARAGBHAI
Mo.No. 8000 66 46 46 .
STANDARD 6 TO 8 (E-CONTENT)

પ્રકરણ 2. આહારના ઘટકો - સ્વાધ્યાય ( SCIENCE , STD 6)

 પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. આપણા ખોરાકમાં મુખ્ય પોષક ઘટકોનાં નામ લખો.
ઉત્તરઃ આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોનાં નામ નીચે મુજબ છે :

1.     કાર્બોદિત

2.     પ્રોટીન

3.     ચરબી

4.     વિટામિન

5.     ખનીજ ક્ષાર. આ ઉપરાંત પાચક રેસા અને પાણી પણ ખોરાકમાં સામેલ છે, જે શરીરને ઉપયોગી છે.

 

પ્રશ્ન 2. નીચે આપેલાનાં નામ લખોઃ

(a)   પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરે છે.
ઉત્તર: કાર્બોદિત અને ચરબી

(b)  પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે.
ઉત્તર: પ્રોટીન

(c)    વિટામિન કે જે આપણી સારી દષ્ટિ માટે જવાબદાર છે.
ઉત્તર: વિટામિન A

(d)   ખનીજ કે જે હાડકાં માટે આવશ્યક છે.
ઉત્તર: કૅલ્શિયમ અને ફૉસ્ફરસ

 

પ્રશ્ન 3. બે એવા ખાદ્ય પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે?

(a)   ચરબી
ઉત્તરઃ ઘી, તેલ (માંસ, ઈંડાં)

(b)  સ્ટાર્ચ
ઉત્તરઃ ચોખા, ઘઉં (મકાઈ, બટાટા)

(c)   પાચક રેસા (રક્ષાંશ)
ઉત્તરઃ  આખા અનાજ, લીલાં શાકભાજી

(d)  
પ્રોટીન

ઉત્તરઃ કઠોળ, માંસ (માછલી, દૂધ) 

પ્રશ્ન 4. આપેલમાંથી સાચાં વિધાનો માટે   ✅    ની નિશાની કરોઃ

(1) માત્ર ભાત (ચોખા) ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યક્તાઓ પૂરી કરી શકીએ છીએ. 

(2) ત્રુટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે. 

(3) શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ. 

(4) શરીરને બધાં જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે. 

No comments:

Post a Comment

Thanks for comment.....!!!

વર્ગના પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે.