(A) હેતુલક્ષી
પ્રશ્નો
પ્રશ્ન 1. નીચેના
દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
(1) ઇલુએન્ઝા
શાનાથી થતો રોગ છે?
A. બૅક્ટરિયા B. પ્રજીવ C. ફૂગ D. વાઇરસ
ઉત્તર: D. વાઇરસ
(2) વાઇરસથી થતો રોગ કયો છે?
A. પોલિયો B. કૉલેરા C. ક્ષય D. ટાઈફૉઈડ
ઉત્તર: A. પોલિયો
(3) પ્રજીવથી થતો રોગ કયો છે?
A. ક્ષય B. અછબડા C. મેલેરિયા D. કૉલેરા
ઉત્તર: C. મેલેરિયા
(4) મરડો શાનાથી થતો રોગ છે?
A. લીલ B. પ્રજીવ C. ફૂગ D. વાઇરસ
ઉત્તર: B. પ્રજીવ
(5) ટાઈફૉઈડ શાનાથી થતો રોગ છે?
A. બૅક્ટરિયા B. પ્રજીવ C. ફૂગ D. વાઇરસ
ઉત્તર: A. બૅક્ટરિયા
(6) નીચેના પૈકી બૅક્ટરિયાથી થતો રોગ કયો છે?
A. કૉલેરા B. મેલેરિયા C. ઈન્ફલુએન્ઝા
D. પોલિયો
ઉત્તર: A. કૉલેરા
(7) કયા સૂક્ષ્મ જીવોના કોષોમાં હરિતદ્રવ્ય હોય છે?
A. બૅક્ટરિયા B. ફૂગ C. લીલ D. વાઇરસ
ઉત્તર: C. લીલ
(8) વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહે છે?
A. મોલ્ડ B. યીસ્ટ C. મશરૂમ D. શેવાળ
ઉત્તર: A. મોલ્ડ
(9) નીચેના પૈકી કઈ લીલ છે?
A. અમીબા B. મશરૂમ C. પેરામીશિયમ D. ફ્લેમિડોમોનાસ
ઉત્તર: D. ફ્લેમિડોમોનાસ
(10) ઍસ્પરજીલસ
શું છે?
A. ફૂગ B. પ્રજીવ C. બૅક્ટરિયા D. લીલ
ઉત્તર: A. ફૂગ
(11) નીચેના
પૈકી કયું ઍન્ટિબાયોટિક્સ નથી?
A. સ્ટ્રેટેમાઈસીન B. પેનિસિલીન C. ટેટ્રાસાઇક્લિન D. એસ્પિરિન
ઉત્તર: D. એસ્પિરિન
(12) શીતળાની
રસી કોણે શોધી હતી?
A. લૂઈ પાશ્ચરે B. ડૉ.
ઍલેક્ઝાંડર ફ્લેમિંગે C. ડૉ. એડવર્ડ જેનરે
D. રૉબર્ટ કોકે
ઉત્તર: C. ડૉ. એડવર્ડ જેનરે
(13) ક્ષય
શાના દ્વારા ફેલાય છે? :
A. હવા B. પાણી C. ખોરાક D. સંપર્ક
ઉત્તર: A. હવા
(14) કૉલેરા
શાના દ્વારા ફેલાય છે?
A. હવા B. પાણી C. સંપર્ક D. મચ્છર
ઉત્તર: B. પાણી
(15) દુનિયામાંથી
લગભગ નાબૂદ થયેલ રોગ ક્યો છે?
A. મેલેરિયા B. ક્ષય C. શીતળા D. કૉલેરા
ઉત્તર: C. શીતળા
(16) શાની
રસી ટીપાં સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે?
A. ડિટ્ટેરિયા B. ટાઈફૉઈડ C. ત્રિગુણી D. પોલિયો
ઉત્તર: D. પોલિયો
(17) ડૉ.
ઍલેક્ઝાંડર ફ્લેમિંગે શાની શોધ કરી હતી?
A. પેનિસિલીન B. શીતળાની
રસી C. હડકવાની રસી
D. આથવણ
ઉત્તર: A. પેનિસિલીન
(18) બીસીજીની
રસી કયા રોગ સામે રક્ષણ આપે છે?
A. ક્ષય B. કૉલેરા C. મેલેરિયા D. શીતળા
ઉત્તર: A. ક્ષય
(19) નીચેના
પૈકી કયું પ્રજીવ નથી?
A. અમીબા B. પૅરામીશિયમ C. પ્લાઝમોડિયમ D. પેનિસિલિયમ
ઉત્તર: D. પેનિસિલિયમ
(20) કોને
સજીવ અને નિર્જીવને જોડતી કડી કહે છે?
A. વાઇરસ B. ફૂગ C. લીલ D. ઑન્ટેરિયા
ઉત્તર: A. વાઇરસ
પ્રશ્ન 2. ખાલી
જગ્યા પૂરોઃ
(1) અછબડા
……………………….. દ્વારા થતો રોગ છે.
ઉત્તર: વાઇરસ
(2) ક્ષય
(ટ્યુબરક્યુલોસિસ) ……………………… દ્વારા થતો રોગ છે.
ઉત્તર: બૅક્ટરિયા
(3) મેલેરિયા
…………………… દ્વારા થતો રોગ છે.
ઉત્તર: પ્રજીવ
(4) ડૉ.
એડવર્ડ જેનરે …………………….. ના રોગ માટેની રસી શોધી હતી.
ઉત્તર: શીતળા
(5) દૂધને
સૂક્ષ્મ જીવો રહિત બનાવવાની પદ્ધતિ …………………… નામના વૈજ્ઞાનિકે શોધી હતી.
ઉત્તર: લૂઈ પાશ્ચર
(6) …………………………….. નામના
બૅક્ટરિયા દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે.
ઉત્તર: ઑક્ટોબેસિલસ
(7) આથવણની
ક્રિયા દરમિયાન ………………………. વાયુ ઉત્પન્ન થાય છે.
ઉત્તર: કાર્બન ડાયોક્સાઇડ
(8) બ્રેડ, કેક અને પેસ્ટ્રીઝ બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં
………………….. ઉપયોગ આધારભૂત છે.
ઉત્તર: યીસ્ટ
(9) જવ, દહીં, ચોખા
તથા કચરેલાં ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટને ઉછેરીને ………………………..
નું ઉત્પાદન કરવામાં આવે છે.
ઉત્તર: આલ્કોહોલ
(10) જ્યારે
રોગકારક સૂક્ષ્મ જીવ શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સાથે લડત આપવા માટે આપણું
શરીર ………………………. ઉત્પન્ન કરે છે.
ઉત્તર: ઍન્ટિબૉડી
પ્રશ્ન
3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
(1) શરદી કયા
સૂક્ષ્મ જીવોથી થતો રોગ છે?
ઉત્તર: વાઇરસ
(2) મેલેરિયા
કયા પ્રજીવથી થતો રોગ છે?.
ઉત્તર: પ્લાઝમોડિયમથી
(3) કયા
રોગનો ફેલાવો એનોફિલિસ મચ્છરની માદા કરે છે?
ઉત્તર: મેલેરિયા
(4) મરડો
કયા સૂક્ષ્મ જીવોથી થતો રોગ છે?
ઉત્તર: પ્રજીવ
(5) ક્ષય
રોગ બીજા કયા નામે ઓળખાય છે?
ઉત્તર: ટ્યુબરક્યુલોસિસ (TB)
(6) બેસિલસ
એક્વેસિસ નામના બૅક્ટરિયાની શોધ કોણે કરી હતી?
ઉત્તર: રૉબર્ટ કોશે
(7) પાવડી
કે સ્લિપર જેવા આકારનું પ્રજીવ કયું છે?
ઉત્તર: પેરામીશિયમ
(8) અનિયમિત
આકારનું પ્રજીવ કયું છે?
ઉત્તર: અમીબા
(9) દૂધને
યોગ્ય તાપમાને ગરમ કરી સૂક્ષ્મ જીવો રહિત બનાવવાની પદ્ધતિને શું કહે છે?
ઉત્તર: પૅર્ચ્યુરાઇઝેશન
(10) શર્કરાનું
આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?
ઉત્તર: આથવણ
(11) અમીબા
શું છે?
ઉત્તર: પ્રજીવ
(12) સ્પાયરોગાયરા
શું છે?
ઉત્તર: લીલ
(13) શિમ્બી
કુળની વનસ્પતિના મૂળની મૂળચંડિકાઓમાં કયા બૅક્ટરિયા વસવાટ કરે છે?
ઉત્તર: રાઇઝોબિયમ
(14) ડેગ્યુ
વાઇરસનું વાહક કયું છે?
ઉત્તર: એડિસ મચ્છર
પ્રશ્ન 4. નીચેનાં
વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખોઃ
(1) ઓરી
વાઇરસથી થતો રોગ છે.
(2) ઍસ્પરજીલસ
એ પ્રજીવ છે.
(3) અમીબા
જેવા સૂક્ષ્મ જીવ સમૂહમાં રહે છે.
(4) પ્રાણી
અવશેષ અને મળનું વિઘટન બૅક્ટરિયા દ્વારા કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં
રૂપાંતર કરવામાં આવે છે.
(5) યીસ્ટ
બહુકોષી ફૂગ છે.
(6) યીસ્ટ
અને મોલ્ડ એક પ્રકારની લીલ છે.
(7) ઑક્ટોબેસિલસ
રોગકારક બૅક્ટરિયા છે.
(8) નીલહરિત
લીલ વાતાવરણમાં રહેલ નાઈટ્રોજનનું જમીનમાં સ્થાપન કરી શકે છે.
(9) ઘઉંનો
રસ્ટ બૅક્ટરિયા દ્વારા થાય છે.
(10) સૂક્ષ્મ
જીવોની વૃદ્ધિ અટકાવવા માટે મીઠું તથા ખાદ્યતેલ વપરાય છે.
ઉત્તરઃ ખરાં
વિધાનઃ (1), (4), (8), (10).
ખોટાં
વિધાનોઃ (2), (૩), (5), (6), (7), (9).
સુધારીને લખેલાં વિધાનોઃ
(2) ઍસ્પરજીલસ
એ ફૂગ છે.
(3) અમીબા
જેવા સૂક્ષ્મ જીવ એકલાં રહે છે.
(5) યીસ્ટ
એકકોષી ફૂગ છે.
(6) યીસ્ટ
અને મોલ્ડ એક પ્રકારની ફૂગ છે.
(7) લૅક્ટોબેસિલસ
ઉપયોગી બૅક્ટરિયા છે.
(9) ઘઉંનો
રસ્ટ ફૂગ દ્વારા થાય છે.
પ્રશ્ન 5. નીચેના
પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
(1) વાઇરસથી થતા
રોગોનાં પાંચ નામ આપો.
ઉત્તરઃ વાઇરસથી
થતા રોગો શરદી, ઉધરસ, ઈન્ફલુએન્ઝા, હડકવા, કમળો, પોલિયો, ઓરી અને અછબડા છે.
(2) બૅક્ટરિયાથી
થતા રોગોનાં પાંચ નામ આપો.
ઉત્તર: બૅક્ટરિયાથી થતા રોગો કૉલેરા, ક્ષય, ટાઇફૉઈડ, ન્યુમોનિયા, પ્લેગ, ડિફઘેરિયા અને એન્ટેક્સ છે.
(૩)
પ્રજીવથી થતા રોગોનાં નામ આપો.
ઉત્તરઃ પ્રજીવથી
થતા રોગો મરડો અને મેલેરિયા છે.
(4) ફૂગથી
થતા રોગોનાં નામ આપો.
ઉત્તર: ફૂગથી થતા રોગો ખસ, ખરજવું અને દાદર છે.
(5) ચોમાસામાં
ઉકરડા અને ખેતરોમાં ઊગી નીકળતી ફૂગને શું કહે છે?
ઉત્તરઃ ચોમાસામાં
ઉકરડા અને ખેતરોમાં ઊગી નીકળતી ફૂગને બિલાડીનો ટોપ કહે છે.
(6) લીલનાં
બે ઉદાહરણ આપો.
ઉત્તરઃ લીલનાં
બે ઉદાહરણ સ્પાયરોગાયરા અને ફ્લેમિડોમોનાસ
(7) ત્રણ
પ્રજીવોનાં નામ આપો.
ઉત્તરઃ અમીબા, પેરામીશિયમ અને પ્લાઝમોડિયમ એ ત્રણ પ્રજીવો છે.
(8) આથવણની
શોધ કોણે કરી હતી?
ઉત્તરઃ આથવણની
શોધ લૂઈ પાશ્ચરે કરી હતી.
(9) ઍન્ટિબાયોટિક્સનું
ઉત્પાદન શામાંથી થાય છે?
ઉત્તર: બૅક્ટરિયા અને ફૂગમાંથી ઍન્ટિબાયોટિક્સનું ઉત્પાદન
થાય છે.
(10) ચાર
ઍન્ટિબાયોટિક્સનાં નામ જણાવો.
ઉત્તર: પેનિસિલીન, સ્ટ્રેટોમાઈસીન, ટ્રેટાસાયક્લિન અને એરિથ્રોમાઈસીન એ ઍન્ટિબાયોટિક્સ
છે.
(11) રોગકારક
સૂક્ષ્મ જીવો કેવી રીતે શરીરમાં દાખલ થાય છે?
ઉત્તરઃ રોગકારક
સૂક્ષ્મ જીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પાણી
અને ખોરાક દ્વારા તથા સીધા સંપર્ક દ્વારા શરીરમાં દાખલ થાય છે.
(12) ફૂડ
પોઈઝનિંગ (ખોરાક વિષાકતન) કેવી રીતે થાય છે?
ઉત્તર: ફૂડ પોઇઝનિંગ (ખોરાક વિષાક્તન) સૂક્ષ્મ જીવો દ્વારા
દૂષિત કરવામાં આવેલો ખોરાક ખાવાથી થાય છે.
(13) રાસાયણિક
જાળવણીકારક પદાર્થો(પ્રિઝર્વેટિવ્સ)નાં બે નામ આપો.
ઉત્તરઃ રાસાયણિક
જાળવણીકારક પદાર્થો(પ્રિઝર્વેટિસ)નાં બે નામ સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ
મેટાબાયસલ્ફાઈટ છે.
(14) ખોરાક
દૂષિત થયો છે તે શા પરથી જાણી શકાય?
ઉત્તરઃ ખોરાકમાંથી
વાસ આવવા લાગે, સ્વાદ ખરાબ થઈ
જાય તથા રંગરૂપમાં પરિવર્તન આવી જાય તે પરથી ખોરાક દૂષિત થયો છે તે જાણી શકાય.
(15) ચેપી
રોગો કોને કહે છે?
ઉત્તરઃ જે
રોગો એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, \ ખોરાક
અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે, તેને
ચેપી રોગો કહે છે.
(16) ઢોરને
થતા બે રોગોનાં નામ આપો.
ઉત્તરઃ ઢોરને
થતા બે રોગોનાં નામ એન્ટેક્સ અને ફૂટ ઍન્ડ માઉથ ડિસીઝ છે.
પ્રશ્ન 6. વ્યાખ્યા
આપો
1.
સૂક્ષ્મ જીવો
2.
આથવણ
3.
પૅર્ચ્યુરાઇઝેશન
ઉત્તરઃ
1.
સૂક્ષ્મ જીવોઃ
જે સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તેને
સૂક્ષ્મ જીવો કહે છે.
2.
આથવણ :
યીસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે.
3.
પૅર્ચ્યુરાઇઝેશન : દૂધને
70 °C તાપમાને 15થી 30 સેકન્ડ
માટે ગરમ કરી તરત જ ઠંડું કરીને તેનો સંગ્રહ કરવાની પદ્ધતિને પૅર્ચ્યુરાઇઝેશન કહે
છે.
(B) ટૂંકજવાબી પ્રશ્નો
પ્રશ્ન 1. નીચેના
પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
(1) સૂમ જીવો
ક્યાં રહે છે?
ઉત્તરઃ સૂક્ષ્મ જીવો જમીનમાં, પાણીમાં અને વાતાવરણમાં દરેક જગ્યાએ જોવા મળે છે. તે
મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓનાં શરીરમાં પણ જોવા મળે છે. સૂક્ષ્મ જીવો ઠંડાં અને ગરમ
પાણીમાં તથા ગરમ પાણીના ઝરામાં પણ જોવા મળે છે. તેઓ ઊંચા પર્વતો પર, જ્વાળામુખીવાળા પ્રદેશોમાં પણ જોવા મળે છે. તે રણથી
લઈ દલદલયુક્ત ભૂમિમાં તથા ભૂમિમાં ઊંડે સુધી જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મ જીવો
અન્ય સજીવો પર આશ્રિત તરીકે તો કોઈ સ્વતંત્ર સ્વરૂપે કે સમૂહમાં જોવા મળે છે.
સજીવો ઊંચા અને બરફ આચ્છાદિત શિખરો પર પણ જોવા મળે છે. આમ, સૂક્ષ્મ જીવો સર્વત્ર જોવા મળે છે.
(2) સૂક્ષ્મ
જીવોના વ્યાપારી અને ઔષધીય ઉપયોગ જણાવો.
ઉત્તરઃ સૂક્ષ્મ જીવોના વ્યાપારી ઉપયોગ નીચે મુજબ છે :
1.
સૂક્ષ્મ જીવો દહીં, ચીઝ, પનીર
જેવાં ડેરી ઉત્પાદનોમાં ઉપયોગી છે.
2.
બ્રેડ, કેક, પેસ્ટ્રીઝ બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો
ઉપયોગ થાય છે.
3.
આલ્કોહોલ, દારૂ
અને વિનેગર(એસિટિક ઍસિડ)ના મોટા પાયા પરના છે. ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ
થાય છે.
સૂક્ષ્મ જીવોના ઔષધીય ઉપયોગ નીચે મુજબ છેઃ
1.
વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવનું સંવર્ધન કરીને
ઍન્ટિબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. ઍન્ટિબાયોટિક્સ રોગકારક સૂક્ષ્મ જીવોનો
નાશ કરી તેમની વૃદ્ધિ અટકાવે છે. આ રીતે રોગોના ઉપચારમાં ઍન્ટિબાયોટિક્સ વપરાય છે.
2.
રોગોને થતા અટકાવવા રસીનો ઉપયોગ થાય છે. આ રસી
બનાવવામાં પણ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરવામાં આવે છે.
(3) રસી
કેવી રીતે બનાવવામાં આવે છે? તે
કેવી રીતે રોગ થતો અટકાવવામાં મદદરૂપ થાય છે?
ઉત્તરઃ મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મ જીવોના ઉપયોગથી રસી
બનાવવામાં આવે છે. નિષ્ણાતોની દેખરેખ નીચે આ રસી બનાવાય છે.
રસી દ્વારા મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મ જીવોને
રસી લેનારના શરીરમાં દાખલ કરવામાં આવે છે. તે શરીરમાં જાય છે ત્યારે શરીરના કોષો
તેની સામે લડત આપવા એન્ટિબૉડી ઉત્પન્ન કરે છે. આ ઍન્ટિબૉડી શરીરમાં હંમેશ માટે
બનેલાં રહે છે અને ભવિષ્યમાં આ રોગના રોગકારકો શરીરમાં દાખલ થાય તો તેની સામે બચાવ
કરે છે અને તે રોગ થતો અટકાવે છે.
(4) બૅક્ટરિયાના
ચાર ઉપયોગો જણાવો.
ઉત્તરઃ બૅક્ટરિયાના ચાર ઉપયોગો નીચે મુજબ છેઃ
1.
દહીં, ચીઝ
અને પનીર જેવી દૂધની ચીજવસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે.
2.
હવામાંના નાઇટ્રોજનને નાઇટ્રોજનયુક્ત
સંયોજનોમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે
છે.
3.
સુએજના કચરાનું વિઘટન કરી બિનહાનિકારક
પદાર્થોમાં રૂપાંતર કરે છે.
4.
ઍન્ટિબાયોટિક્સ, કેટલીક દવાઓ તેમજ રસી બનાવવામાં ઉપયોગી છે.
(5) ફૂગના
ચાર ઉપયોગો જણાવો.
ઉત્તરઃ ફૂગના ચાર ઉપયોગો નીચે મુજબ છે :
1.
બેકરીમાં બ્રેડ, કેક, બિસ્કિટ
બનાવવા યીસ્ટ પ્રકારની ફૂગ ઉપયોગી છે.
2.
જવમાંથી બિયર, ફળોના રસમાંથી દારૂ, ચોખા અને દાળના લોટના મિશ્રણમાંથી ઢોકળાં, ઈડલી અને ઢોંસા બનાવવા યીસ્ટ વપરાય છે.
3.
પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલીન નામની
ઍન્ટિબાયોટિક્સ ઔષધ બનાવવામાં આવે છે.
4.
મશરૂમ પ્રકારની ફૂગ ખોરાક તરીકે વપરાય છે.
(6) બાળકોને
આપવામાં આવતી રસી અને તે કયા રોગ સામે રક્ષણ આપે છે તે જણાવો.
ઉત્તર:
રસી – રોગનું નામ
બીસીજી
રસી (ઇંજેક્શનરૂપે) – ક્ષય
ત્રિગુણી
રસી (DPT) – ડિફઘેરિયા
– ખાંસી – ધનુર
પોલિયો
(ટીપાં પીવડાવીને) – પોલિયો
ઓરી અને અછબડાની રસી (ઇંજેક્શન) – ઓરી અને અછબડા
ટાઈફૉઈડની રસી – ટાઈફૉઈડ
હિપેટાઇટિસ-બીની
રસી – હિપેટાઇટિસ
(ઝેરી કમળો)
(7) રોગકારક
સૂક્ષ્મ જીવો આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે છે?
ઉત્તરઃ મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મ જીવો શ્વાસમાં
લેવાતી હવા દ્વારા, દૂષિત પાણી
અને દૂષિત ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે. શરીરમાં પ્રવેશેલા રોગકારકો આપણા
શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે. વળી કેટલાક રોગકારકો ભૌતિક સંપર્ક દ્વારા કે પડેલા ઘા
દ્વારા શરીરમાં પ્રવેશે છે.
(8) માખી
રોગના ફેલાવામાં કઈ રીતે કારણભૂત બને છે?
ઉત્તરઃ માખી સૂક્ષ્મ જીવોના વાહકનું કાર્ય કરે છે.
માખી ગંદકી, કચરો અને
પ્રાણીઓનાં મળ કે રોગીના ઝાડા-ઊલટી પર બેસે છે. ત્યાં રોગકારક સૂક્ષ્મ જીવો માખીના
પગ અને શરીર પર ચોંટી જાય છે. જ્યારે માખી આપણા ઢાંક્યા વિનાના ખોરાક પર બેસે છે
ત્યારે પગ અને શરીર પર ચોટેલા રોગકારક સૂક્ષ્મ જીવો ખોરાક પર ઠલવાય છે. આવો ખોરાક
ખાવાથી સૂક્ષ્મ જીવો આપણા શરીરમાં સરળતાથી પ્રવેશ પામે છે અને તે રોગ થવાની
સંભાવના રહે છે.
(9) મચ્છર
રોગના ફેલાવામાં કઈ રીતે કારણભૂત બને છે?
ઉત્તરઃ માદા એનોફિલિસ મચ્છર મેલેરિયાના
પરોપજીવી(પ્લાઝમોડિયમ)નું વાહક છે. માદા એનોફિલિસ મચ્છરના શરીરમાં મેલેરિયાનો
પરોપજીવી હોય છે. જ્યારે તે મચ્છર કરડે છે ત્યારે તેના શરીરમાંથી સ્વસ્થ મનુષ્યના
શરીરમાં મેલેરિયાના પરોપજીવી દાખલ થાય છે અને મેલેરિયા રોગ થવાનું કારણ બને છે.
માદા એડિસ મચ્છર ડેગ્યુના વાઇરસનું વાહક છે. તે પણ આ જ રીતે ડેગ્યુના રોગનો ફેલાવો
કરે છે.
(10) મેલેરિયા
અને ડેન્ગ્યુંના ફેલાવા પર નિયંત્રણ કેવી રીતે કરી શકાય?
ઉત્તરઃ મેલેરિયા અને ડેન્ગ્યુંનો
રોગ અનુક્રમે માદા એનોફિલિસ મચ્છર અને માદા એડિસ મચ્છર ફેલાવે છે. આથી તે રોગના
નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ કે ઉપદ્રવ થતો અટકાવવો જરૂરી છે. બધાં મચ્છર
પાણીમાં ઈંડાં મૂકે છે. આથી આપણી આસપાસ પાણી જમા થયેલું રાખવું જોઈએ નહિ. ઘરમાં પણ
કૂલર, ટાયરો તેમજ
ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા ન દેવું. પાણીની ટાંકી ખુલ્લી ન રાખવી તેમજ સમયાંતરે તેને સાફ કરવી
જોઈએ. મચ્છરોનો ઉપદ્રવ વધુ જણાય તો મચ્છરદાનીમાં સૂવું કે મચ્છર ભગાડવાના રસાયણોનો
ઉપયોગ કરવો. આમ, મચ્છર પેદા
થતા અટકાવીને મેલેરિયા અને ડેન્ગ્યું પર
નિયંત્રણ લાવી શકાય.
(11) સૂક્ષ્મ
જીવો ભૂમિની ફળદ્રુપતામાં કેવી રીતે વધારો કરે છે?
ઉત્તર: કેટલાક બૅક્ટરિયા અને નીલહરિત લીલ વાતાવરણમાં
રહેલ નાઈટ્રોજનનું નાઇટ્રોજનનાં સંયોજનો બનાવી જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપન કરે
છે. નાઈટ્રોજનનાં સંયોજનો જમીનમાં ખાતરનો ઉમેરો કરે છે અને ભૂમિની ફળદ્રુપતામાં
વધારો કરે છે.
પ્રશ્ન 2. વૈજ્ઞાનિક
કારણો આપી સમજાવોઃ
(1) સૂક્ષ્મ જીવો
સજીવોના મિત્ર તેમજ દુશ્મન કહેવાય છે.
ઉત્તર:
1.
સૂક્ષ્મ જીવો મનુષ્ય અને અન્ય સજીવોને ઘણી રીતે
ઉપયોગી છે.
2.
તેઓ દૂધમાંથી દહીં બનાવવા, ઈડલી અને ઢોસા બનાવવા આથો લાવવા, ઍન્ટિબાયોટિક દવાઓ બનાવવા, વૈજ્ઞાનિક સંશોધનમાં ઉપયોગી છે.
3.
કેટલાક સૂક્ષ્મ જીવો સજીવોમાં મેલેરિયા, કૉલેરા, ક્ષય, ટાઈફૉઈડ, પોલિયો
જેવા રોગ પેદા કરે છે. આમ, તે
હાનિકારક પણ છે. તેથી સૂક્ષ્મ જીવો ઉપયોગી તેમજ હાનિકારક હોઈ તેમને સજીવોના મિત્ર
તેમજ દુશ્મન કહેવાય છે.
(2) બૅક્ટરિયા
સર્વવ્યાપી છે.
ઉત્તરઃ
1.
બૅક્ટરિયા જમીન પર, જમીનમાં, પાણીમાં, હવામાં તેમજ સજીવોના શરીરમાં જોવા મળે છે.
2.
હિમાચ્છાદિત પ્રદેશોમાં, રણપ્રદેશમાં પણ બૅક્ટરિયા ઉપસ્થિત છે.
3.
પૃથ્વી પર એવું કોઈ સ્થાન નથી જ્યાં બૅક્ટરિયા
ન હોય. આથી બૅક્ટરિયા સર્વવ્યાપી છે એમ કહેવાય છે.
(૩)
વાઇરસને સજીવ-નિર્જીવને જોડતી કડી કહે છે.
ઉત્તર:
1.
વાઇરસ કોઈ જીવિત કોષમાં પ્રવેશીને જ વૃદ્ધિ
પામી શકે
2.
મુક્ત સ્થિતિમાં વાઇરસ કોઈ પણ જૈવિક ક્રિયા
દર્શાવતા નથી. આમ, વાઇરસ નિર્જીવ
છે.
3.
વાઇરસને યોગ્ય યજમાનકોષ મળે તો તે તેમાં
પ્રવેશી, યજમાનકોષનાં
વિવિધ દ્રવ્યોનો ઉપયોગ કરી પોતાના જેવા નવા વાઇરસ બનાવે છે.
4.
આ રીતે યજમાનકોષમાં જૈવિક ક્રિયા દર્શાવી તેઓ
સજીવની જેમ વર્તે છે. આમ, વાઇરસ
નિર્જીવ અને સજીવ બંનેના ગુણધર્મો દર્શાવતા હોવાથી વાઇરસને સજીવ-નિર્જીવને જોડતી
કડી કહે છે.
(4) લીલ
સ્વયંપોષી સજીવ છે.
ઉત્તરઃ
1.
લીલના કોષોમાં ક્લોરોફિલ નામનાં રંજકદ્રવ્યો
હોય છે.
2.
સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લૉરોફિલની મદદથી
પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા લીલ કાર્બનિક દ્રવ્યો ઉત્પન્ન કરે છે.
3.
આ કાર્બનિક દ્રવ્યોનો તે ખોરાક તરીકે ઉપયોગ કરે
છે.
4.
લીલ જાતે પોતાનો ખોરાક બનાવતી હોવાથી તે
સ્વયંપોષી સજીવ છે.
(5) રોગચાળો
ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ.
ઉત્તરઃ
1.
રોગચાળો ચાલતો હોય ત્યારે દર્દીનાં કપડાં, વાસણ, મળ-મૂત્ર, ઊલટી વગેરે મારફતે રોગના સૂક્ષ્મ જીવો જળાશયોનાં
પાણીમાં દાખલ થાય છે. આથી જળાશયોનાં પાણી દૂષિત બને છે.
2.
આવું દૂષિત પાણી પીવાથી રોગ લાગુ પડે છે.
3.
પાણીને ઉકાળવાથી તેમાં રહેલા રોગના સૂક્ષ્મ
જીવોનો નાશ થાય છે. આથી રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ.
(6) ખોરાક
હંમેશાં ઢાંકેલો રાખવો જોઈએ.
ઉત્તરઃ
1.
માખી રોગકારક સૂક્ષ્મ જીવોના વાહકનું કાર્ય કરે
છે. તે એઠવાડ, પ્રાણીઓનાં મળ, રોગીના ઝાડા-ઊલટી વગેરે પર બેસે છે.
2.
તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મ જીવો
ચોંટી જાય છે. તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થળાંતરણ
થાય છે.
3.
આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે
તેની બીમાર પડવાની શક્યતા વધી જાય છે. તેથી ખોરાક હંમેશાં ઢાંકેલો રાખવો જોઈએ.
(7) નાનાં
બાળકોને પોલિયોની રસી આપવી જરૂરી છે.
ઉત્તરઃ
1.
નાનાં બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે.
2.
પોલિયોને કારણે વ્યક્તિ કાયમ માટે અપંગ બની જાય
છે.
3.
પોલિયોની અસર થયા પછી દવાથી પણ પોલિયો મટાડી
શકાતો નથી અને દર્દીની સ્થિતિ દયાજનક બની જાય છે.
4.
બાળકોને પોલિયોની રસી પીવડાવવાથી તેમને
ભવિષ્યમાં પણ પોલિયો થવાની સંભાવના રહેતી નથી.
5.
આમ, પોલિયોની
રસી પોલિયોના રોગ સામે રક્ષણ આપે છે. તેથી બાળકોને પોલિયોની રસી આપવી જરૂરી છે.
પ્રશ્ન ૩. તફાવત આપોઃ
પ્રશ્ન 4. વર્ગીકરણ કરો:
(1) નીચેના સૂક્ષ્મ જીવોનું બૅક્ટરિયા, ફૂગ, લીલ અને પ્રજીવમાં વર્ગીકરણ કરો :
પેનિસિલિયમ, લેક્ટોબેસિલસ, પેરામીશિયમ, સ્પાયરોગાયરા, યીસ્ટ, અમીબા, રાઇઝોબિયમ, ઍનાબીના, પ્લાઝુમોડિયમ, સ્યુડોમોનાસ, મ્યુકર, નોસ્ટોક.
ઉત્તરઃ બૅક્ટરિયાઃ લૅક્ટોબેસિલસ, રાઇઝોબિયમ, સ્યુડોમોનાસ.
ફૂગ : પેનિસિલિયમ, યીસ્ટ, યુકર.
લીલ : સ્પાયરોગાયરા, ઍનાબીના, નોસ્ટોક.
પ્રજીવ : પેરામીશિયમ, અમીબા, પ્લાઝમોડિયમ.
(2) નીચેના
રોગોનું બૅક્ટરિયાથી થતા, વાઇરસથી
થતા, પ્રજીવથી થતા
અને ફૂગથી થતા રોગોમાં વર્ગીકરણ કરો:
પોલિયો, મરડો, કૉલેરા, દાદર, ટાઈફૉઈડ, કમળો, ક્ષય, ઈન્ફલુએન્ઝા, ન્યુમોનિયા, ખસ, મેલેરિયા, અછબડા.
ઉત્તરઃ
બૅક્ટરિયાથી થતા રોગો :
કૉલેરા, ટાઈફૉઈડ, ક્ષય, ન્યુમોનિયા.
વાઇરસથી થતા રોગો :
પોલિયો, કમળો, ઇન્ફલુએન્ઝા, અછબડા.
પ્રજીવથી થતા રોગો :
મરડો, મેલેરિયા.
ફૂગથી થતા રોગો :
દાદર, ખસ.
પ્રશ્ન 5. વિભાગ
‘A’ની વિગતોને
વિભાગ ‘B’ સાથે
જોડોઃ
(1)
ઉત્તરઃ (1) → (d), (2) → (a), (3) → (e), (4) → (b).
ઉત્તરઃ (1) → (d), (2) → (c), (3) → (a), (4) → (b).
(C) વિસ્તૃત પ્રશ્નો
પ્રશ્ન 1. ટૂંક નોંધ લખો
નાઈટ્રોજનચક્ર
ઉત્તર: વાતાવરણમાં 78% નાઈટ્રોજન વાયુ છે. પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધેસીધો ઉપયોગ કરી શકતા
નથી.
ભૂમિમાં
રહેલ રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બૅક્ટરિયા તથા ઍનાબીના (Anabaena) અને નોસ્ટોક (nostoc) પ્રકારની નીલહરિત
લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર
કરે છે. આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ
નાઇટ્રોજનના ઑક્સાઈડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી જમીન પર આવે છે અને
જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત
થઈ જાય છે, ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા
કરે છે. ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ
માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતાં પ્રાણીઓ તેમાંથી પ્રોટીન – તેમજ અન્ય
નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે.
વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર
બૅક્ટરિયા તથા ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઈટ્રોજનનાં સંયોજનોમાં પરિવર્તિત
કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક
વિશિષ્ટ બૅક્ટરિયા (યુડોમોનાસ) નાઈટ્રોજનયુક્ત સંયોજનોને નાઈટ્રોજન વાયુમાં
રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં પાછો ફરે છે. પરિણામે વાતાવરણમાં
નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. આ રીતે નાઇટ્રોજનચક્ર ચાલ્યા કરે છે.
પ્રશ્ન 2. ટૂંક
નોંધ લખો ખાદ્ય પદાર્થોની જાળવણીની પદ્ધતિઓ
ઉત્તરઃ ખાદ્ય પદાર્થોને
તેમનું પોષણ મૂલ્ય જળવાઈ રહે તે રીતે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવી તેને બગડતા
અટકાવવા તેને ખોરાકની જાળવણી કહે છે.
રાસાયણિક પદ્ધતિ:
ખોરાકમાં સૂક્ષ્મ જીવોનું આક્રમણ અટકાવવા કેટલાક રાસાયણિક પદાર્થો જેવા કે સોડિયમ
બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇટ વપરાય છે. તેઓ અથાણાંને સાચવવા તથા ફળોના નામ
અને રસને બગડતા અટકાવે છે.
મીઠા દ્વારા
જાળવણીઃ કેરી, આમળા, આંબલી, માંસ અને માછલીની જાળવણી માટે મીઠાનો ઉપયોગ થાય છે.
શર્કરાની મદદથી
જાળવણી: જામ, જેલી, ફળોના રસ તથા કેટલીક મીઠાઈની
જાળવણી ખાંડની ચાસણીના માધ્યમથી કરવામાં આવે છે. તે ભેજનું પ્રમાણ ઘટાડી
બૅક્ટરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે.
તેલ અને વિનેગર
દ્વારા જાળવણીઃ તેલ અને વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે.
બૅક્ટરિયા તેમની હાજરીમાં મૃત્યુ પામે . છે. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી આ પદ્ધતિથી થાય છે.
ગરમી તેમજ ઠંડીની
સારવારઃ દૂધને ગરમ કરીને પછી ફ્રિજમાં રાખી બગડતું અટકાવાય છે. ખોરાકને પણ
ફ્રિજમાં મૂકી સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવાય છે.
સંગ્રહ અને
પૅકિંગઃ સૂકો મેવો, ફળોના રસ, મુરબ્બા તથા શાકભાજીને
હવાચુસ્ત બંધ પૅકેટમાં સાચવવામાં આવે છે.
HOTs પ્રકારના
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. હડકવાની
રસી કોણે શોધી હતી?
A. ડૉ. એડવર્ડ જેનરે
B. ડૉ. ઍલેક્ઝાંડર ફ્લેમિંગે C. ડૉ. લૂઈ પાશ્ચર D. રૉબર્ટ કોશે
ઉત્તરઃ C. ડૉ. લૂઈ પાશ્ચર
પ્રશ્ન 2. નીચેનામાંથી કઈ ફૂગ નથી?
A. બ્રેડ મોલ્ડ B. પેનિસિલિયમ C. ઍસ્પરજીલસ D. પૅરામીશિયમ
ઉત્તરઃ D. પૅરામીશિયમ
પ્રશ્ન 3. ડેન્ગ્યુ
વાઇરસનું વાહક કયું છે?
A. માખી B. માદા એનોફિલિસ મચ્છર C. માદા એડિસ મચ્છર D. પ્લાઝમોડિયમ
ઉત્તરઃ C. માદા એડિસ મચ્છર
પ્રશ્ન 4. નીચેના
પૈકી કયો રોગ પાણીથી ફેલાતો નથી?
A. કૉલેરા B. ટ્યુબરક્યુલોસિસ C. ટાઈફૉઈડ D. કમળો
ઉત્તરઃ B. ટ્યુબરક્યુલોસિસ
પ્રશ્ન 5. કઈ
નીલહરિત લીલ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે?
A. ઍનાબીના B. રાઇઝોબિયમ C. ક્લેમિડોમોનાસ D. મોલ્ડ
ઉત્તરઃ A. ઍનાબીના
પ્રશ્ન 6.
એઇડ્સ(AIDS)નો રોગ શાનાથી
થાય છે?
A. વાઈરસથી B. બૅક્ટરિયાથી C. ફૂગથી D. પ્રજીવથી
ઉત્તરઃ A. વાઈરસથી
પ્રશ્ન 7. કયા બૅક્ટરિયા જમીનમાંના નાઇટ્રોજનનાં
સંયોજનોને નાઈટ્રોજન વાયુમાં રૂપાંતર કરે છે?
A. રાઇઝોબિયમ B. એઝેટોબૅક્ટર C. સ્યુડોમોનાસ D. નોસ્ટોક
ઉત્તરઃ C. સ્યુડોમોનાસ
No comments:
Post a Comment
Thanks for comment.....!!!