- કાપડ માટે વપરાતા રેસા બે પ્રકારના હોય છે :
v
કુદરતી રેસાઓ
(Natural
Fibres)
v સિક્વેટિક (કૃત્રિમ) રેસાઓ (synthetic Fibres)
કુદરતી રેસાઓ તે વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મળે છે. કુદરતી રેસા બે પ્રકારના છે:
v
વનસ્પતિજ
રેસાઃ દા. ત.,
કપાસ (Cotton) અને શણ (Jute).
v
પ્રાણિજ રેસાઃ
દા. ત.,
રેશમ (Silk) અને ઊન (Wool)
v
સિક્વેટિક (સંશ્લેષિત કે કૃત્રિમ) રેસા: તે માનવી દ્વારા રાસાયણિક
પદાર્થોમાંથી બનાવેલા રેસા છે. નાયલૉન, ટેરિલીન, પૉલિએસ્ટર અને એક્રેલિક એ સિક્વેટિક રેસા છે.
v
કપાસના રેસા મેળવવા માટે ખેતરમાં કપાસનો છોડ ઉગાડવામાં આવે છે. કપાસના
છોડના ફળને જીંડવા (Cotton Bolls) કહે છે. તે લીંબુના કદના અને લીલા રંગનાં હોય
છે. તે પરિપક્વ થતાં ફાટે છે અને તેમાંથી કપાસના રેસા બીજ સાથે દેખાય છે.
v
કપાસના છોડ પરથી કપાસ (રૂ) ચૂંટીને અલગ કરવામાં આવે છે.
v
કપાસમાંથી બીજ (કપાસિયા) દૂર કરવામાં આવે છે. આને રૂનું પીંજવું (Ginning)
કહે છે.
v
કપાસના રેસામાંથી તાંતણા (Yarn) બનાવવાની પ્રક્રિયાને “કાંતવું (Spinning)’
કહે છે.
v
કાંતવા માટે તકલી અને ચરખો જેવાં સાધન વપરાય છે. આ સાધનો વડે કપાસ(રૂ)ના
જથ્થામાંથી રેસાઓ બહાર ખેંચી વળ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાંતણા (Yarn) બને છે.
v
મોટા પાયે તાંતણાને કાંતવા માટે કાંતણ યંત્રોની મદદ લેવાય છે. કાંત્યા પછી
તાંતણામાંથી કાપડ (Fabric) બનાવવામાં આવે છે.
v
તાંતણામાંથી કાપડ બનાવવાની મુખ્ય બે રીતો છેઃ
v વણાટ (Weaving)
v ગૂંથણ (knitting) કપાસનો વીટો | પીંજણ
- તાંતણાનાં બે જૂથની એકસાથે ગોઠવણીથી કાપડ બને છે.
- કાપડનું વણાટ સાળ પર કરવામાં આવે છે. સાળ હાથથી ચાલે તેવી અથવા વીજળીથી ચાલતી હોય છે.
- મોજાં અને સ્વેટર ગૂંથીને તૈયાર કરવામાં આવે છે. ગૂંથવામાં એક જ તાંતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે.
- શણઃ શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય છે.
- પ્રાચીન સમયમાં લોકો વૃક્ષની છાલ, મોટાં પાંદડાં કે પ્રાણીઓનું ચામડું અને તેમની રુવાંટીનો ઉપયોગ શરીરને ઢાંકવા કરતા હતા.
- કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ વણતાં અને સીવવાની સોયની શોધ થયા બાદ કાપડને સીવીને કપડાં બનાવતાં શીખ્યો.
No comments:
Post a Comment
Thanks for comment.....!!!