પાઠ્યપુસ્તકના
સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. જે શરતો હેઠળ દહન થઈ શકે છે, તેની યાદી બનાવો.
ઉત્તરઃ દહન માટેની શરતો
1.
દહનશીલ
પદાર્થની હાજરી,
2.
હવાનો પુરવઠો
(ઑક્સિજન,
જે દહનક્રિયામાં મદદ કરે છે.),
3.
જ્વલનબિંદુની
પ્રાપ્તિ.
પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરોઃ
1. લાકડું અને કોલસાના દહનથી હવા ………… થાય છે.
ઉત્તરઃ પ્રદૂષિત
2. ………. એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે.
ઉત્તરઃ કેરોસીન
3. બળતણ સળગે તે પહેલાં તેને તેના ………… સુધી ગરમ
કરવું અનિવાર્ય છે.
ઉત્તરઃ જ્વલનબિંદુ
4. તેલથી લાગેલી આગને ………. વડે નિયંત્રિત
કરી શકાય નહિ.
ઉત્તરઃ પાણી
પ્રશ્ન 3.વાહનોમાં CNG વાપરવાથી કઈ
રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે, તે સમજાવો.
ઉત્તર: વાહનોમાં CNG વાપરવાથી થતા પ્રદૂષણમાં ઘટાડાનાં કારણો:
1.
CNGનું દહન સંપૂર્ણ થાય છે.
2.
તે દહન
દરમિયાન પ્રદૂષિત વાયુ નહિવત્ ઉત્પન્ન કરે છે.
3.
તેના દહન બાદ
કોઈ અવશેષ બાકી રહેતો નથી.
4.
CNG
એ સ્વચ્છ બળતણ છે.
પ્રશ્ન 4. બળતણ તરીકે LPG અને લાકડાની સરખામણી કરો.
ઉત્તરઃ
LPG |
લાકડું |
(1) વાયુરૂપી બળતણ છે. |
(1) ઘન બળતણ છે. |
(2) દહન બાદ કોઈ અવશેષ બાકી |
(2) દહન બાદ રાખ અવશેષ રૂપે રહેતો નથી. રહે છે. |
(3) તેના દહન દરમિયાન ધુમાડો |
(3) તેના દહન દરમિયાન ધુમાડો | ઉત્પન્ન થતો
નથી. ઉત્પન્ન થાય છે. |
(4) તેનું દહન સહેલાઈથી થાય છે. |
(4) તેનું દહન થતાં ઘણી વાર લાગે છે. |
(5) તેનું જ્વલનબિંદુ નીચું છે. |
(5) તેનું જ્વલનબિંદુ ઊંચું છે. |
(6) તેનું દહન નહિવત્ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. |
(6) તેનું દહન વધારે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. |
પ્રશ્ન 5.કારણો આપો?
1. વિદ્યુતનાં
સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી.
ઉત્તરઃ
1.
પાણી
વિદ્યુતનું વહન કરે છે.
2.
વિદ્યુતનાં
સાધનોને લીધે લાગેલી આગને ઓલવવા પાણી વાપરવાથી પાણી વિદ્યુતના સંપર્કમાં આવતાં આગ
ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુતપ્રવાહ દાખલ થાય છે. પરિણામે વીજળીનો આંચકો લાગે
છે.
આ કારણે
વિદ્યુતનાં સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી..
2. લાકડા કરતાં LPG એ ઘરવપરાશનું વધુ સારું બળતણ છે.
ઉત્તરઃ
1.
લાકડા કરતાં LPGનું કૅલરી મૂલ્ય ઘણું વધારે છે.
2.
લાકડાના દહન
દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે LPGના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ
નહિવત્ ઉત્પન થાય છે.
3.
લાકડાના
દહનનું નિયંત્રણ કરી શકાતું નથી, જ્યારે LPGના દહનનું નિયંત્રણ કરી શકાય છે.
4.
લાકડાનું
જ્વલનબિંદુ LPGના જ્વલનબિંદુ કરતાં ઊંચું હોવાથી તેનું દહન થતાં ઘણો સમય લાગે છે.
આ કારણે લાકડા કરતાં LPG એ ઘરવપરાશનું
વધુ સારું બળતણ છે.
૩. કાગળ પોતે
સરળતાથી આગ પકડી લે છે, પરંતુ
ઍલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટાળેલો કાગળનો ટુકડો જલદીથી સળગતો નથી. સમજાવો.
ઉત્તરઃ
1.
કાગળનું
જ્વલનબિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે.
2.
ઍલ્યુમિનિયમના
પાઈપ ફરતે વીંટાળેલો કાગળનો ટુકડો જલદીથી સળગતો નથી. કારણ કે, એલ્યુમિનિયમ ઉષ્માવાહક હોવાથી કાગળને મળતી ગરમી ઍલ્યુમિનિયમ શોષી
લે છે અને કાગળ તેના જ્વલનબિંદુ સુધી પહોંચી શકતો નથી. આ કારણે કાગળનો ટુકડો
જલદીથી સળગતો નથી.
પ્રશ્ન 6. મીણબત્તીની જ્યોતની નામનિર્દેશવાળી આકૃતિ દોરો.
1.
CO2 વાયુ દહનશીલ નથી તેમજ દહનપોષક નથી. તેથી તે દહનમાં અવરોધ ઊભો કરે
છે.
2.
CO2 વાયુ ઑક્સિજન કરતાં ભારે હોવાને કારણે આગની આજુબાજુ જમા થઈ આગને
ધાબળાની માફક લપેટે છે.
3.
બળતણ અને
ઑક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ નિયંત્રણમાં આવે છે. આમ, CO2 અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે.
No comments:
Post a Comment
Thanks for comment.....!!!