સ્વાધ્યાય 4.1
1. નીચેના ચતુષ્કોણની રચના કરોઃ
પ્રશ્ન (i). ચતુષ્કોણ ABCD
AB = 4.5 સેમી,
BC = 5.5 સેમી,
CD = 4 સેમી,
AD = 6 સેમી,
AC = 7 સેમી.
ઉત્તરઃ
રચનાના મુદ્દા (રચનાનાં સોપાન):
- 4.5 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો.
- પરિકર વડે A કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો.
- પરિકર વડે B કેન્દ્ર અને 5.5 સેમી ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દોરો. બંને ચાપના છેદબિંદુને C કહો.
- પરિકર વડે A કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો.
- પરિકર વડે C કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દોરો. બંને ચાપના છેદબિંદુને D કહો.
BC¯¯¯¯¯¯¯,CD¯¯¯¯¯¯¯,AD¯¯¯¯¯¯¯¯ અનેAC¯¯¯¯¯¯¯ દોરો.
આમ, □ ABCD એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.
પ્રશ્ન (ii). ચતુષ્કોણ JUMP
JU = 3.5 સેમી,
UM = 4 સેમી,
MP = 5 સેમી,
PJ = 4.5 સેમી,
PU = 6.5 સેમી
ઉત્તરઃ
રચનાના મુદ્દા :
- 3.5 સેમી લંબાઈનો રેખાખંડ JU દોરો.
- પરિકર વડે J કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
- પરિકર વડે ઇ કેન્દ્ર અને 6.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છે. બંને ચાપના છેદબિંદુને P કહો.
- પરિકર વડે ઇ કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
- પરિકર વડે ? કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છે. બંને ચાપના છેદબિંદુને M કહો.
JP¯¯¯¯¯¯,UM¯¯¯¯¯¯¯¯,MP¯¯¯¯¯¯¯¯ અનેUP¯¯¯¯¯¯¯ દોરો.
આમ, □ JUMP એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.
પ્રશ્ન (iii). સમાંતરબાજુ ચતુષ્કોણ MORE
OR = 6 સેમી,
RE = 4.5 સેમી,
EO = 7.5 સેમી
ઉત્તરઃ
સમજૂતીઃ
□ MORE એ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. તેની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય.
∴RE = MO = 4.5 સેમી; OR = ME = 6 સેમી હોય.
રચનાના મુદ્દા :
- 4.5 સેમી લંબાઈનો રેખાખંડ MO દોરો.
- M કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો.
- O કેન્દ્ર અને 7.5 સેમી ત્રિજ્યા લઈ ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે. બંને ચાપના છેદબિંદુને E કહો.
- O કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
- E કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે. બંને ચાપના છેદબિંદુને R કહો.
ME¯¯¯¯¯¯¯¯,OR¯¯¯¯¯¯¯¯,RE¯¯¯¯¯¯¯ અનેOE¯¯¯¯¯¯¯ દોરો.
આમ, □ MORE એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.
પ્રશ્ન (iv). સમબાજુ ચતુષ્કોણ BEST
BE = 4.5 સેમી,
ET = 6 સેમી
ઉત્તરઃ
સમજૂતીઃ □ BEST એ સમબાજુ ચતુષ્કોણ છે. તેની ચારે બાજુઓની લંબાઈ સરખી હોય.
BE = 4.5 સેમી ∴ ES = ST = TB = 4.5 સેમી તથા
ET = 6 સેમી છે.
રચનાના મુદ્દાઃ
- 4.5 સેમી લંબાઈનો રેખાખંડ BE દોરો.
- B કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
- E કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે. બંને ચાપના છેદબિંદુને T કહો.
- E કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
- કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છે. બંને ચાપના છેદબિંદુને s કહો.
BT¯¯¯¯¯¯¯,ES¯¯¯¯¯¯,ST¯¯¯¯¯¯ અનેET¯¯¯¯¯¯¯ દોરો.
આમ, □ BEST એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.
સ્વાધ્યાય 4.2
1. નીચેના ચતુષ્કોણની રચના કરોઃ
પ્રશ્ન (i). ચતુષ્કોણ LIFT
LI = 4 સેમી,
IF = 3 સેમી,
TL = 2.5 સેમી,
LF = 4.5 સેમી,
IT = 4 સેમી
ઉત્તરઃ
રચનાના મુદ્દા:
- 4 સેમી લંબાઈનો રેખાખંડ LI દોરો.
- L કેન્દ્ર અને 2.5 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો.
- I કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે. બંને ચાપના છેદબિંદુને T કહો.
- L કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
- I કેન્દ્ર અને 3 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે. બને ચાપના છેદબિંદુને F કહો.
LT¯¯¯¯¯¯¯,IF¯¯¯¯¯,FT¯¯¯¯¯¯¯,LF¯¯¯¯¯¯ અનેIT¯¯¯¯¯¯ દોરો.
આમ, □ LIFT એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.
પ્રશ્ન (ii). ચતુષ્કોણ GOLD
OL = 7.5 સેમી,
GL = 6 સેમી,
GD = 6 સેમી,
ID = 5 સેમી,
OD = 10 સેમી
ઉત્તરઃ
રચનાના મુદ્દા:
- 5 સેમી લંબાઈનો રેખાખંડ LD દોરો.
- L કેન્દ્ર અને 7.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
- D કેન્દ્ર અને 10 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે. બંને ચાપના છેદબિંદુને તે કહો.
- L કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
- D કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને G બિંદુમાં છેદે.
LO¯¯¯¯¯¯¯,GO¯¯¯¯¯¯¯¯,DG¯¯¯¯¯¯¯¯,LG¯¯¯¯¯¯¯ અનેDO¯¯¯¯¯¯¯¯ દોરો.
આમ, □ GOLD એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.
પ્રશ્ન (iii). સમબાજુ ચતુષ્કોણ BEND
BN = 5.6 સેમી,
DE = 6.5 સેમી
ઉત્તરઃ
સમજૂતીઃ
સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. અહીં
સમબાજુ ચતુષ્કોણ BENDના વિકર્ણો
રચનાના મુદ્દા :
- 6.5 સેમી લંબાઈનો રેખાખંડ DE દોરો.
DE¯¯¯¯¯¯¯ નો લંબદ્વિભાજકXY←→ દોરો.XY←→ અનેDE←→ ના છેદબિંદુને A કહો.- A કેન્દ્ર અને ત્રિજ્યા = 5.6 ×
12 = 2.8 સેમી લઈXY←→ ને છેદતા બે ચાપ દોરો. આ બંને ચાપXY←→ ને છેદે ત્યાં અનુક્રમે B અને N કહો. DN¯¯¯¯¯¯¯¯,EN¯¯¯¯¯¯¯,EB¯¯¯¯¯¯¯ અનેDB¯¯¯¯¯¯¯ દોરો.
આમ, □ BEND એ માગ્યા મુજબનો સમબાજુ ચતુષ્કોણ છે.
[નોંધ: ખૂણાનું માપ બે રીતે દર્શાવી શકાય તેવું આ પાઠ્યપુસ્તકમાં સૂચવ્યું છે. દા. ત., m∠A = 50° અથવા ∠A = 50°]
1. નીચેના ચતુષ્કોણની રચના કરોઃ
(1) ચતુષ્કોણ MORE
MO = 6 સેમી,
OR = 4.5 સેમી,
∠M = 60°,
∠M = 105°,
∠R = 105°
ઉત્તરઃ
રચનાના મુદ્દા :
- 6 સેમી લંબાઈનો રેખાખંડ MO દોરો.
- M બિંદુએ
MA−→− એવું રચો કે જેથી m ∠ OMA = 60° થાય. - O બિંદુએ
OB−→− એવું રચો કે જેથી m ∠ MOB = 105° થાય. OB−→− ઉપર O કેન્દ્ર લઈ 4.5 સેમીનો ચાપ દોરો જેOB−→− ને છેદે, તેને R નામ આપો.- R બિંદુએ
RC−→− એવું રચો કે જેથી m ∠ ORC = 105° થાય. RC−→− અનેMA−→− ના છેદબિંદુને E કહો.
આમ, □ MORE એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.
(2). ચતુષ્કોણ PLAN
PL = 4 સેમી,
LA = 6.5 સેમી,
∠P = 90°,
∠A = 110°,
∠N = 85°
ઉત્તરઃ
સમજૂતીઃ □ PLANમાં m∠P = 90°, m∠A = 110° અને m∠N = 85°
∴ m∠L = 360° – (m∠P + m∠A + m∠N)
= 360° – (90° + 110° + 85°)
= 360° – 285°
= 75°
રચનાના મુદ્દાઃ
- 6.5 સેમી લંબાઈનો રેખાખંડ AL દોરો.
AL¯¯¯¯¯¯¯ ના A બિંદુએ 110નો ખૂણો બનાવતુંAX−→− રચો. (કોણમાપકનો ઉપયોગ કરો.)AL¯¯¯¯¯¯¯ ના બિંદુએ 75નો ખૂણો બનાવતુંAY−→− રચો. (કોણમાપકનો ઉપયોગ કરો.)- Lને કેન્દ્ર લઈ 4 સેમીનો ચાપ
LY−→ ઉપર દોરો. છેદબિંદુને P કહો. - P બિંદુએ 90°નો ખૂણો બનાવતું
PZ−→ રચો. AX−→− અનેPZ−→ ના છેદબિંદુને N કહો.
આમ, □ PLAN એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.
[નોંધઃ પાઠ્યપુસ્તકની રકમમાં ∠A = 10° છે તે ભૂલ છે તે સુધારી છે.]
(3). સમાંતરબાજુ ચતુષ્કોણ HEAR
HE = 5 સેમી,
EA = 6 સેમી,
∠R = 85°
ઉત્તરઃ
સમજૂતીઃ □ HEAR એ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. સમાંતરબાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી હોય છે.
HE = 5 સેમી ∴ AR = 5 સેમી; EA = 6 સેમી
∴ HR = 6 સેમી
સમાંતરબાજુ ચતુષ્કોણના પાસપાસેના ખૂણા પૂરકકોણ હોય છે.
m∠R = 85° ∴ m∠H = 180° – 85° = 95°
સમાંતરબાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સરખા હોય છે.
m∠R = 85° ∴ m∠E = 85°
રચનાના મુદ્દા:
- 5 સેમી લંબાઈનો રેખાખંડ HE દોરો.
HE¯¯¯¯¯¯¯ ના H બિંદુએ 95નો ખૂણો બનાવતુંHX−→− રચો. (કોણમાપકનો ઉપયોગ કરો.)- H કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો
HX−→− ને છેદતો ચાપ દોરો. છેદબિંદુને R કહો. HE¯¯¯¯¯¯¯ ના E બિંદુએ 85નો ખૂણો બનાવતુંEY−→ રચો. (કોણમાપકનો ઉપયોગ કરો.)- E કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો
EY−→ ને છેદતો ચાપ દોરો. છેદબિંદુને A કહો. AR¯¯¯¯¯¯¯ દોરો.
□ HEAR એ માગ્યા મુજબનો સમાંતરબાજુ ચતુષ્કોણ છે.
OK = સેમી,
KA = 3 સેમી
સમજૂતીઃ અહીં □ OKAY એ લંબચોરસ છે. લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય છે.
∴ OK = 7 સેમી ∴ AY = 7 સેમી
અને KA = 5 સેમી ∴ OY = 5 સેમી
વળી લંબચોરસના બધા ખૂણા કાટખૂણા હોય છે.
∴ m∠O = m∠K = m∠A = m∠Y = 90°
રચનાના મુદ્દા :
- 7 સેમી લંબાઈનો રેખાખંડ OK દોરો.
OK¯¯¯¯¯¯¯¯ ના O બિંદુએ 90°નો ખૂણો બનાવતુંOM−→− રચો.- O કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો
OM−→− ને છેદતો ચાપ દોરો. છેદબિંદુને Y કહો. OK¯¯¯¯¯¯¯¯ ના K બિંદુએ 90°નો ખૂણો બનાવતુંKN−→− રચો.- K કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો
KN−→− ને છેદતો ચાપ દોરો. છેદબિંદુને A કહો. AY¯¯¯¯¯¯¯¯ દોરો.
□ OKAY એ માગ્યા મુજબનો લંબચોરસ છે.
1. નીચેના ચતુષ્કોણની રચના કરોઃ
(i). ચતુષ્કોણ DEAR
DE = 4 સેમી,
EA = 5 સેમી,
AR = 4.5 સેમી,
∠E = 60°,
∠A = 90°
ઉત્તરઃ
રચનાના મુદ્દાઃ
- 4 સેમી લંબાઈનો રેખાખંડ DE દોરો.
DE¯¯¯¯¯¯¯ ના E બિંદુએ 60° નો ખૂણો બનાવતુંEM−→− રચો.- E કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો
EM−→− ને છેદતો ચાપ દોરો. છેદબિંદુને A કહો. EA¯¯¯¯¯¯¯ પર A બિંદુએ 90°નો ખૂણો બનાવતુંAN−→− દોરો.- A કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાનો
AN−→− ને છેદતો ચાપ દોરો. છેદબિંદુને R કહો. DR¯¯¯¯¯¯¯¯ દોરો.
□ DEAR એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.
TR = 3.5 સેમી,
RU = 3 સેમી,
UE = 4 સેમી,
∠R = 75°,
∠U = 120°
રચનાના મુદ્દા :
- 3.5 સેમી લંબાઈનો
TR¯¯¯¯¯¯¯ દોરો. TR¯¯¯¯¯¯¯ ના R બિંદુએ 75°ના માપનો ખૂણો બનાવતુંRM−→− દોરો.- R કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાનો
RM−→− ને છેદતો ચાપ દોરો. છેદબિંદુને U કહો. RU¯¯¯¯¯¯¯ ના U બિંદુએ 120°નો ખૂણો બનાવતુંUN−→− દોરો. (કોણમાપકનો ઉપયોગ કરો.)- U કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાનો
UN−→− ને છેદતો ચાપ દોરો. છેદબિંદુને E કહો. ET¯¯¯¯¯¯¯ દોરો.
આમ, □ TRUE એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.
સ્વાધ્યાય 4.5
નીચેની રચના કરોઃ
(1) . RE = 5.1 સેમી ધરાવતો ચોરસ READ રચો.
ઉત્તરઃ
રચનાના મુદ્દા:
- 5.1 સેમી લંબાઈનો રેખાખંડ RE દોરો.
RE¯¯¯¯¯¯¯ ના E બિંદુએ 90° નો ખૂણો બનાવતુંEM−→− રચો.- E કેન્દ્ર લઈ 5.1 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે
EM−→− ને છેદે, છેદબિંદુને A કહો. - R કેન્દ્ર લઈ 5.1 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો.
- A કેન્દ્ર લઈ 5.1 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે. છેદબિંદુને D કહો.
RD¯¯¯¯¯¯¯¯ અનેAD¯¯¯¯¯¯¯¯ દોરો.
□ READ એ માગ્યા મુજબનો ચોરસ છે.
(2). જેના વિકર્ણોની લંબાઈ 5.2 સેમી અને 6.4 સેમી હોય તેવો સમબાજ ચતુષ્કોણ રચો.
ઉત્તરઃ
સમજૂતી :
સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. અહીં સમબાજુ ચતુષ્કોણ XYZWમાં YW = 6.4 સેમી
∴ OW = OY = 3.2 સેમી થાય.
રચનાના મુદ્દા:
- 5.2 સેમી લંબાઈનો રેખાખંડ XZ દોરો.
XZ¯¯¯¯¯¯¯ નો લંબદ્વિભાજકAB←→ દોરો જેXZ¯¯¯¯¯¯¯ જે બિંદુમાં છેદે તેને 0 નામ આપો.- O કેન્દ્ર અને 3.2 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે
AB←→ ને ઉપરના ભાગમાં છે. છેદબિંદુને W નામ આપો. - O કેન્દ્ર અને 3.2 સેમી ત્રિજ્યાનો બીજો ચાપ દોરો જે
AB←→ ને નીચેના ભાગમાં છેદે. છેદબિંદુને Y નામ આપો. XY¯¯¯¯¯¯¯¯,YZ¯¯¯¯¯¯¯,ZW¯¯¯¯¯¯¯¯ અનેXW¯¯¯¯¯¯¯¯¯ દોરો.
□ XYZW એ માગ્યા મુજબનો સમબાજુ ચતુષ્કોણ છે.
(3). એવા લંબચોરસની રચના કરો કે જેની પાસપાસેની બાજુઓની લંબાઈ 5 સેમી અને 4 સેમી હોય.
ઉત્તરઃ
(નોંધઃ લંબચોરસના બધા ખૂણા કાટખૂણા છે તેનો ઉપયોગ કરીશું.)
રચનાના મુદ્દા:
- 5 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો.
AB¯¯¯¯¯¯¯ ના A બિંદુએ 90°નો ખૂણો બનાવતુંAX−→− રચો.- A કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે
AX−→− ને જ્યાં છેદે તેને D નામ આપો. - B કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
- D કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે. છેદબિંદુને C કહો.
BC¯¯¯¯¯¯¯ અનેCD¯¯¯¯¯¯¯ દોરો.
□ ABCD એ માગ્યા મુજબની લંબચોરસ છે.
4. સમાંતરબાજુ ચતુષ્કોણ OKAY રચો જ્યાં OK = 5.5 સેમી, KA = 4.2 સેમી હોય, શું આ અનન્ય છે?
ઉત્તરઃ
આપેલાં માપ પૂરતાં નથી. તેથી સમાંતરબાજુ ચતુષ્કોણ દોરી ન શકાય.
ધારો કે ∠O = 60° હોય, તો OK = 5.5 સેમી અને KA = 4.2 સેમી માપ પરથી સમાંતરબાજુ ચતુષ્કોણ રચી શકાય.
આપેલાં માપ જ હોય તેવા ઘણા બધા સમાંતરબાજુ ચતુષ્કોણ હોઈ શકે જેમાં ખૂણાનાં માપ જુદાં જુદાં હોય. તેથી આ સમાંતરબાજુ ચતુષ્કોણ અનન્ય નથી.
No comments:
Post a Comment
Thanks for comment.....!!!